બંધ

    ઇતિહાસ

    વડોદરાના ન્યાયિક જિલ્લાની રચના બોમ્બે સરકાર, રાજકીય અને સેન્ડીઝ વિભાગ દ્વારા 31મી જુલાઈ 1949 ના રોજના જાહેરનામાં નં.3198/46-P-III થી બોમ્બે સિવિલ કોર્ટ એક્ટ, 1869 ની કલમ 3 અને 4 ની જોગવાઈઓ હેઠળ વડોદરાના મહેસૂલ જિલ્લાનો સમાવેશ કરતા અગાઉના બરોડા રાજ્યના પ્રદેશના મોટા ભાગને આવરી લઈને કરવામાં આવી હતી. જિલ્લા અને સત્ર અદાલત, વડોદરાની સ્થાપના બાદ શ્રી બી.સી. વકીલે પ્રથમ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે હોદ્દો સંભાળેલ હતો. જિલ્લા અને સત્ર અદાલત, વડોદરાની શરૂઆત 1896માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવેલ ભવ્ય ઐતિહાસિક ઈમારત કે જે “ન્યાય મંદિર” તરીકે ઓળખાય છે તેમાં કાર્યરત થઈ હતી. વડોદરા જિલ્લામાં, એપેલેટ અદાલતો, સીનિયર સિવિલ ન્યાયાધીશશ્રીઓની અદાલતો, સ્મોલ કોઝ અદાલતો અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતો “ન્યાય મંદિર”, “લાલ કોર્ટ” અને “ફાસ્ટ ટ્રેક કોર્ટ” તરીકે ઓળખાતી ત્રણ ઇમારતોમાં આવેલી છે. “ન્યાય મંદિર” મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પત્ની શ્રીમંત મહારાણી ચીમનાબાઈની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું હતું અને તેનું નામ “ચીમનાબાઈ ન્યાય મંદિર” રાખવામાં આવ્યું હતું. સમય જતાં, આ ઇમારત હવે “ન્યાય મંદિર” તરીકે ઓળખાય છે. આ ઐતિહાસિક ઈમારત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બરોડા રાજ્યના સમયે કાર્યરત કાયદાની અદાલતો માટે બનાવવામાં આવી હતી અને હાલમાં પણ તેનો ઉપયોગ વડોદરાની જિલ્લા અને સત્ર કોર્ટ માટે થઈ રહ્યો છે. આ બિલ્ડીંગમાં જિલ્લાની કેટલીક એપેલેટ અદાલતો આવેલી છે અને અન્ય અપીલ અદાલતો સેન્ટ્રલ જેલ, વડોદરાની બાજુમાં આવેલી “ફાસ્ટ ટ્રેક કોર્ટ” તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં કાર્યરત છે. સીનિયર સિવિલ ન્યાયાધીશોની અદાલતો, સ્મોલ કોઝ ની કેટલીક અદાલતો પણ “ન્યાય મંદિર” માં રાખવામાં આવી છે.

    નવી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે સરકારે 55,000/- ચોરસ મીટર જમીન ફાળવી છે .નવી કોર્ટ બિલ્ડીંગના નકશા અને બાંધકામના આયોજન બાદ સરકારે રૂ. 1,30,00,00,000/- (130 કરોડ). ના ભંડોળની જોગવાઈ કરી છે. નવી કોર્ટ બિલ્ડીંગનું “ભૂમિપૂજન” માહે ઓક્ટોબર 2012 માં કરવામાં આવ્યું હતું.

    નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગમાં કુલ 76 કોર્ટની વ્યવસ્થા છે. જૂનું ન્યાય મંદિર, લાલ કોર્ટ, પીટીસી બિલ્ડીંગ, ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગ અને ફેમિલી કોર્ટને તારીખ 17/03/2018 ના રોજ ઉદઘાટન સમારોહ પછી નવી કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતરિત કરવામાં આવી છે. 19/03/2018 થી, ઉપરોક્ત તમામ અદાલતો નવી જીલ્લા અને સેશન્સ કોર્ટ બિલ્ડીંગ કે જે દિવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ખાતે આવેલી છે ત્યાં સ્થળાંતરિત થઈને કાર્યરત છે.

    નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગમાં 76 સંપૂર્ણ સુસજ્જ કોર્ટ, 2 વિડીયો કોર્ટ, 1 કોન્ફરન્સ હોલ, 1 તાલીમ હોલ અને મધ્યસ્થી રૂમની સુવિધા છે. તમામ કોર્ટ ન્યાયાધીશશ્રીઓ, સ્ટાફ સભ્યો અને સ્ટેનોગ્રાફરો માટે અલગ ચેમ્બર/રૂમ ધરાવે છે. નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગમાં મધ્યસ્થી કેન્દ્રની પણ સુવિધા છે. બિલ્ડિંગના અલગ-અલગ ફ્લોર પર દરેક સંસ્થાની અલગ સેન્ટ્રલ ફાઇલિંગ છે એટલે કે J.M.F.C. કોર્ટ ની સેન્ટ્રલ ફાઇલિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર, અપીલ કોર્ટ માટે સેન્ટ્રલ ફાઇલિંગ રૂમ પ્રથમ માળે, સિવિલ કોર્ટ માટે સેન્ટ્રલ ફાઇલિંગ રૂમ બીજા માળે, ફેમિલી કોર્ટ માટે સેન્ટ્રલ ફાઇલિંગ ત્રીજા માળે, અને સ્મોલ કોઝ કોર્ટ સેન્ટ્રલ ફાઇલિંગ રૂમ ચોથા માળે આવેલી છે. તમામ સેન્ટ્રલ ફાઇલિંગ વિભાગ કેસ ફાઇલિંગ, કેસ ઇન્ક્વાયરી અને પ્રમાણિત નકલો માટે કામ કરે છે.

    વિ. વકીલશ્રીઓ માટે 9000 ચોરસ ફૂટમાં, 4 મોટા હોલ સાથે કે જેની બેઠક ક્ષમતા 1000 થી 1200 વિ. વકીલશ્રીઓ આસપાસ છે તેવી એક અલગ બિલ્ડીંગ બાંધવામાં આવેલ છે.એડવોકેટ વિંગમાં ટેબલ, ખુરશીઓ અને લોકરની સુવિધા છે. બાર લાયબ્રેરી માટે બે અલગ હોલ આપવામાં આવ્યા છે અને વિ. વકીલશ્રીઓ માટે કેન્ટીનની સુવિધા છે.નવી કોર્ટ બિલ્ડીંગમાં બેંકિંગ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. બેંક અને પોસ્ટ ઓફિસ શાખા માટે અલગ રૂમ ઉપલબ્ધ છે.

    તમામ અદાલતોમાં અરજદારો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેવી કે શારીરિક રીતે વિકલાંગ અરજદારો માટે રેમ્પ અને વ્હીલ ચેરની સુવિધા, કોરિડોરમાં સ્ટીલ બેન્ચની સુવિધા, સ્વચ્છ અને ઠંડા પાણી માટે કુલર અને આર.ઓ.પ્લાન્ટ ની સુવિધા., દરેક માળે મહિલા-પુરુષો-શારીરિક રીતે વિકલાંગ 9 શૌચાલય બ્લોકની સુવિધા, કોર્ટ રૂમ અને જિલ્લા કોર્ટની કચેરીઓની માહિતી માટે બારકોડ સ્કેનર સાથેના નકશાની સુવિધા.

    ન્યાયાધીશશ્રીઓ માટે બે અલગ પ્રવેશ અને લિફ્ટની સુવિધા છે અને દાવાદારો, સ્ટાફ અને વિ. વકીલશ્રીઓ માટે અન્ય 5 અલગ પ્રવેશદ્વાર છે જેમાં 3 લિફ્ટ છે, એમ નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગમાં કુલ 17 લિફ્ટ છે.

    ન્યાયાધીશશ્રીઓ માટે અલગ પાર્કિંગની સુવિધા છે અને સ્ટાફ સભ્યો, વિ. વકીલશ્રીઓ અને અરજદારો માટે કોર્ટ બિલ્ડીંગની સામે વિશાળ પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે.