બંધ
    • જિલ્લા ન્યાયાલય, વડોદરા

      જિલ્લા ન્યાયાલય, વડોદરા

    તાજા સમાચાર

    જિલ્લા ન્યાયાલયો વિશે

    વડોદરાના ન્યાયિક જિલ્લાની રચના બોમ્બે સરકાર, રાજકીય અને સેન્ડીઝ વિભાગ દ્વારા 31મી જુલાઈ 1949 ના રોજના જાહેરનામાં નં.3198/46-P-III થી બોમ્બે સિવિલ કોર્ટ એક્ટ, 1869 ની કલમ 3 અને 4 ની જોગવાઈઓ હેઠળ વડોદરાના મહેસૂલ જિલ્લાનો સમાવેશ કરતા અગાઉના બરોડા રાજ્યના પ્રદેશના મોટા ભાગને આવરી લઈને કરવામાં આવી હતી. જિલ્લા અને સત્ર અદાલત, વડોદરાની સ્થાપના બાદ શ્રી બી.સી. વકીલે પ્રથમ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે હોદ્દો સંભાળેલ હતો. જિલ્લા અને સત્ર અદાલત, વડોદરાની શરૂઆત 1896માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવેલ ભવ્ય ઐતિહાસિક ઈમારત કે જે "ન્યાય મંદિર" તરીકે ઓળખાય છે તેમાં કાર્યરત થઈ હતી. વડોદરા જિલ્લામાં, એપેલેટ અદાલતો, સીનિયર સિવિલ ન્યાયાધીશશ્રીઓની અદાલતો, સ્મોલ કોઝ અદાલતો અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતો "ન્યાય મંદિર", "લાલ કોર્ટ" અને "ફાસ્ટ ટ્રેક કોર્ટ" તરીકે ઓળખાતી ત્રણ ઇમારતોમાં આવેલી છે. "ન્યાય મંદિર" મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પત્ની શ્રીમંત મહારાણી ચીમનાબાઈની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું હતું અને તેનું નામ "ચીમનાબાઈ ન્યાય મંદિર" રાખવામાં આવ્યું હતું. સમય જતાં, આ ઇમારત હવે "ન્યાય મંદિર" તરીકે ઓળખાય છે. આ ઐતિહાસિક ઈમારત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બરોડા રાજ્યના સમયે કાર્યરત કાયદાની અદાલતો માટે બનાવવામાં આવી હતી અને હાલમાં પણ તેનો ઉપયોગ વડોદરાની જિલ્લા અને સત્ર કોર્ટ માટે થઈ રહ્યો છે. આ બિલ્ડીંગમાં જિલ્લાની કેટલીક એપેલેટ અદાલતો આવેલી[...]

    વધુ વાંચો
    sunitaagarwalcjw
    ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમુર્તી શ્રીમતી સુનીતા અગ્રવાલ
    NSKJ
    વહીવટી ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રી નિખિલ એસ કારીયેલ, જજ, ગુજરાત હાઇકોર્ટ
    Mr.J.L.Odedra
    મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રીમાન જે. એલ. ઓડેડ્રા

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો